ઇઝરાયલના હવાઈ હુમલામાં ગઈકાલે ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકો માર્યા ગયા હતા. જેના એક દિવસ પહેલા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદી જૂથ હમાસનો નાશ ન થાય ત્યાં સુધી ઇઝરાયલ પેલેસ્ટાઇન પર હુમલો કરવાનું બંધ કરશે નહીં.ગાઝાના આરોગ્ય મંત્રાલય અને હોસ્પિટલો અનુસાર, ફક્ત ઉત્તરી ગાઝાના જબાલિયામાં પચાસ લોકો મૃત્યુ પામ્યા છે. મંગળવારે ઇઝરાયલી સેનાએ જબાલિયાના નાગરિકોને સલામત સ્થળોએ જવા કહ્યું હતું.7 ઓક્ટોબર 2023 ના રોજ દક્ષિણ ઇઝરાયલમાં આયોજિત એક સમારોહમાં હમાસ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બારસો લોકો માર્યા ગયા બાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.
Site Admin | મે 15, 2025 9:34 એ એમ (AM)
ઇઝરાયલના હવાઈ હુમલામાં ગઈકાલે ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકો માર્યા ગયા