ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 18, 2025 8:55 એ એમ (AM) | ઇઝરાયલ

printer

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે.

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે અને સરકારને તેનો સ્વીકાર કરવાની ભલામણ કરી છે.
આ કરાર ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું હશે. કતાર, અમેરિકા અને ઇજિપ્ત દ્વારા પ્રસ્તાવિત આ કરાર, ચાલી રહેલી હિંસાનો અંત લાવશે.
ઇઝરાયલના પ્રધાનમંત્રી કાર્યાલયે ગઈકાલે જણાવ્યું હતું કે,
સુરક્ષા મંત્રીમંડળે રાજદ્વારી, સુરક્ષા અને માનવતાવાદી પાસાઓનું મૂલ્યાંકન કર્યા પછી આ કરારને સ્વીકારવાની ભલામણ કરી છે. આ કરાર આવતીકાલથી અમલમાં આવશે. ત્રણ મહિલા બંધકોને આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધીમાં મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.