ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ “શાંતિ સ્થાપવામાં” શ્રી ટ્રમ્પ ભૂમિકાનો ઉલ્લેખ કરીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામાંકન કર્યું છે.
વ્હાઇટ હાઉસ ખાતે એક ખાનગી રાત્રિભોજન દરમિયાન, શ્રી નેતન્યાહૂએ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પને નોબેલ સમિતિને મોકલવામાં આવેલા નામાંકન પત્રની નકલ સોંપી. તેમણે ખાસ કરીને પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે શ્રી ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી
બેઠક દરમિયાન, શ્રી નેતન્યાહૂએ ગાઝામાંથી પેલેસ્ટિનિયનોને સ્થળાંતરિત કરવા અને સંઘર્ષગ્રસ્ત દરિયાકાંઠા વિસ્તારને વૈભવી વોટરફ્રન્ટમાં ફેરવવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિવાદાસ્પદ પ્રસ્તાવને પણ સમર્થન આપ્યું. ગાઝામાં ઇઝરાયલ દ્વારા ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીની વધતી જતી વૈશ્વિક ટીકા વચ્ચે બંને નેતાઓ એ આ મુલાકાત યોજી છે.
Site Admin | જુલાઇ 8, 2025 1:24 પી એમ(PM)
ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામાંકન કર્યું