ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન અને દોહામાં થયેલા હુમલા અને બંધકોને મુક્ત કરવાના પ્રયાસોની ચર્ચા માટે અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે લંબાણપૂર્વકની બેઠક યોજી હતી.નેતન્યાહૂના જેરુસલેમ કાર્યાલયમાં યોજાયેલી આ બેઠક દરમિયાન, રુબિયોએ ટ્રમ્પ વહીવટીતંત્રના સંપૂર્ણ સમર્થનને બેન્જામિન નેતન્યાહૂને ટેકો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વોશિંગ્ટનની પ્રાથમિકતાઓ ઇઝરાયલી બંધકોની મુક્તિ અને હમાસનો નાશ છે. રુબિયોએ યુદ્ધવિરામની શક્યતાનો ઉલ્લેખ કર્યો ન હતો અને ગયા અઠવાડિયે દોહામાં હમાસ નેતાઓ પર હુમલો કરવા બદલ ઇઝરાયલની તેમની અગાઉની ટીકાનો પુનરોચ્ચાર કર્યો ન હતો.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 9:09 એ એમ (AM)
ઇઝરાયલના પ્રધાનમંત્રીએ ઈરાન અને દોહામાં થયેલા હુમલા અને બંધકોને મુક્ત કરવાના પ્રયાસોની ચર્ચા માટે અમેરિકાના વિદેશમંત્રી સાથે બેઠક કરી