ઇઝરાયલના ગાઝા પર સતત હવાઈ હુમલામાં 33 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયલ કાત્ઝે હમાસ પર ગાઝામાં ઇઝરાયલી સૈનિકો પર હુમલો કરવાનો અને મૃત બંધકોના મૃતદેહ પરત કરવાની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. જોકે, હમાસે આ આરોપોને નકારી કાઢ્યા છે.
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ સેનાને તાત્કાલિક ગાઝા પટ્ટી પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગાઝા પર હુમલો કરવાના નિર્ણય વિશે અમેરિકાને જાણ કરવામાં આવી હતી. ઇઝરાયલી અધિકારીઓએ હમાસ પર રફાહ વિસ્તાર નજીક રોકેટ-સંચાલિત ગ્રેનેડ અને સ્નાઈપર ફાયરથી સૈનિકો પર હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો.
Site Admin | ઓક્ટોબર 29, 2025 3:10 પી એમ(PM)
ઇઝરાયલના ગાઝા પર સતત હવાઈ હુમલામાં 33 પેલેસ્ટિનિયનો માર્યા ગયા