ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 19, 2025 1:42 પી એમ(PM)

printer

ઇઝરાઇયેલ અને સિરિયા વચ્ચે યુધ્ધ વિરામની અમેરિકાના રાજદૂતે જાહેરાત કરી

તુર્કીમાં અમેરિકાના રાજદૂત ટોમ બેરેકે આજે જણાવ્યું હતું કે ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલા બાદ ઇઝરાયલ અને સીરિયા યુદ્ધવિરામ માટે સંમત થયા છે,. સીરિયાના લાંબા સમયના શાસક બશર અલ-અસદના પતન પછી સરકાર તરફી દળો અને ડ્રુઝ વચ્ચે અથડામણમાં અનેક લોકો માર્યા ગયા છે.
આરબ ધાર્મિક લઘુમતી ડ્રુઝ સમુદાયને બચાવવાના ઉદેશ્ય સાથે આ યુધ્ધ વિરામની સહમતી સધાઇ છે. સીરિયાના દક્ષિણ સ્વેઇદા પ્રાંતમાં ડ્રુઝ જૂથો અને બેદુઇન કુળો વચ્ચે અથડામણમાં 300 લોકોના મોત બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, આ થડામણમાં હજારો લોકો વિસ્થાપિત થયા છે, જેના કારણે માનવતાવાદી કટોકટી સર્જાઈ છે.
દરમિયાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ગઈકાલે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી કે સીરિયામાં અથડામણો સમગ્ર પ્રદેશની સ્થિરતા માટે ખતરો છે. બંને નેતાઓએ સીરિયાના દક્ષિણ પ્રાંત સ્વેઇદામાં વધી રહેલા તણાવ વિશે વાત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ