ઓક્ટોબર 17, 2025 7:59 પી એમ(PM)

printer

ઇજિપ્તના વિદેશ મંત્રી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદ્ર અબ્દેલટ્ટીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પ્રધાનમંત્રીએ ગાઝા શાંતિ કરારમાં ઇજિપ્તની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીને અભિનંદન પાઠવ્યા અને આશા વ્યક્ત કરી કે તે પ્રદેશમાં કાયમી શાંતિ તરફ દોરી જશે.
વિદેશ મંત્રી અબ્દેલટ્ટીએ પ્રધાનમંત્રી મોદીને તેમની મુલાકાત દરમિયાન યોજાઈ રહેલા પ્રથમ ભારત-ઇજિપ્ત વ્યૂહાત્મક સંવાદ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રીએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.