ભારત સાથેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે, ઇંગ્લેન્ડ આજે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 72 રનથી આગળ રમશે.બર્મિંગહામમાં ઇંગ્લેન્ડને જીતવા હજી 536 રનની જરૂર છે. ઓલી પોપ 24 રન અને હેરી બ્રુક 15 રન સાથે રમતમાં છે. ભારતે છ વિકેટે 427 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો અને,ઇંગ્લેન્ડને જીત માટે 608 રનનો લક્ષ્યાંક આપ્યો છે. શુબમન્ ગિલે આ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 269 અને 161 રન એમ કુલ 430 રન બનાવીને રેકોર્ડ તોડ્યો છે અને ગ્રેહામ ગૂચ પછી ટેસ્ટ મેચમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે
Site Admin | જુલાઇ 6, 2025 8:55 એ એમ (AM)
ઇંગ્લેન્ડ સામે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે છ વિકેટે 427 રન પર બીજી ઇનિંગ જાહેર કરી
