એજબેસ્ટન, બર્મિંઘંમ ખાતે ગઈકાલે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 336 રનથી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ સાથે ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 1-1થી સરભર કરી છે. એજબેસ્ટન ખાતે 58 વર્ષ બાદ ભારતનો આ પ્રથમ ટેસ્ટ વિજય છે.પાંચમા દિવસે વરસાદને કારણે 100 મિનિટ મોડી શરૂ થયેલી મેચમાં ભારતનાં બોલરો બાકીની સાત વિકેટો લેવામાં સફળ રહ્યા હતા. આકાશદીપે બીજી ઇનિંગમાં છ અને પ્રથમ ઇનિંગમાં ચાર સહિત કુલ 10 વિકેટ લીધી હતી. તેઓ ઇંગ્લેન્ડમાં 10 વિકેટ લેનાર બીજા ભારતીય બોલર બન્યા છે. અગાઉ 1986માં ચેતન શર્માએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. મોહમ્મદ સિરાઝે સાત વિકેટ લીધી હતી. શુબમન ગિલે બંને ઇનિંગમાં કુલ 430 રન કરીને વિક્રમ સર્જ્યો હતો. ભારતે બીજી ઇનિંગ છ વિકેટે 427 રને ડિકલેર કરીને ઇંગ્લેન્ડને જીતવા 608 રનનો લક્ષ્ય આપ્યો હતો. જોકે, તે 271 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. હવે,10મી જુલાઇએ લોર્ડ્સ ખાતે ત્રીજી ટેસ્ટ રમાશે.
Site Admin | જુલાઇ 7, 2025 7:39 એ એમ (AM)
ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ભારતનો 336 રનથી ઐતિહાસિક વિજય
