લંડનના ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત પોતાના બીજા દાવમાં બે વિકેટે 75 રનના સ્કોરથી આગળ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે.ગઈકાલની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 51 રન અને આકાશ દીપ 4 રન સાથે રમતમાં છે. કેએલ રાહુલ 7 રન અને સાઈ સુદર્શન 11 રન બનાવીને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી ગુસ એટકિન્સન અને જોસ ટોંગે એક-એક વિકેટ લીધી હતી.અગાઉ ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 247 રન પર સમાપ્ત થયો. તેને ભારત પર 23 રનની લીડ મળી. ભારતે પ્રથમ દાવમાં 224 રન બનાવ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 2, 2025 9:21 એ એમ (AM)
ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત પોતાના બીજા દાવમાં બે વિકેટે 75 રનના સ્કોરથી આગળ રમશે
