ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેન્કીંગ સંસ્થાએ ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 માટે ભારતીય રિઝર્વ બેન્ક – RBI ની પસંદગી કરી છે.
RBI એ પોતાના નિષ્ણાતોની સમિતિ દ્વારા શરૂ કરેલી પ્રવાહ અને સારથી પહેલ માટે RBI ને ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 અપાશે.
પુરસ્કાર આપનાર સંસ્થાએ નોંધ્યું છે કે RBI ની પ્રવાહ અને સારથી પહેલના કારણે કાગળનો વપરાશ ઓછો કરવામાં અને આ ક્ષેત્રની કામગીરી સરળ
બનાવવામાં મદદ મળી છે.
જાન્યુઆરી 2023માં શરૂ કરાયેલી સારથી પહેલના કારણે દસ્તાવેજોનો સંગ્રહ અને આદાનપ્રદાન વધુ સલામત અને ઝડપી બન્યું છે.
એવી જ રીતે ગત વર્ષે મે મહિનામાં શરૂ કરાયેલી પ્રવાહ પહેલ અરજદારોને વિવિધ પ્રકારની 70 અરજીઓ ડિજીટલ સ્વરૂપમાં સલામત રીતે RBI
ને મોકલવામાં મદદરૂપ થાય છે.