ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 11, 2025 7:41 પી એમ(PM) | મહાકુંભ

printer

આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો

મહાકુંભ દરમિયાન વ્રત, સંયમ અને સત્સંગનો કલ્પવાસ કરવાનો અનોખી પરંપરા છે. આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ..
પૌરાણિક માન્યતા છે કે માઘ માસ દરમિયાન પ્રયાગરાજના સંગમ તટ પર કલ્પવાસ કરવાથી હજારો વર્ષોના તપનું ફળ મળે છે. પરંપરા અનુસાર માઘ પૂનમના દિવસે કલ્પવાસ સમાપ્ત થશે. 12 ફેબ્રુઆરીએ તમામ કલ્પવાસી વિધિસર પૂનમના દિવસે પવિત્ર સંગમમાં સ્નાન કરી કલ્પવાસ પૂર્ણ કરશે. પૂજા અને દાન કર્યા બાદ, કલ્પવાસી પોતાના અસ્થાયી આવાસ છોડીને પોતાના ઘરે પરત ફરશે. કલ્પવાસી સંગમ સ્નાન કરી પોતાના તીર્થ પુરોહિતો સાથે પૂજા કરીને કલ્પવાસનું વ્રત પૂર્ણ કરશે. ત્યાર બાદ પોતાની ઝૂંપડીમાં આવીને સત્ય નારાયણની કથા અને હવન કરવાની પરંપરા છે. કલ્પવાસના પ્રારંભમાં વવેલ જઉને ગંગામાં વિસર્જિત કરીને અને તુલસીના છોડને પોતાની સાથે ઘરે લઈ જવાનો પણ નિયમ છે.