૨૨ સપ્ટેમ્બરથી વસ્તુ અને સેવા કર – GST દરોમાં ઘટાડા બાદ, આ વર્ષે ઓક્ટોબરમાં કુલ GST વસૂલાતમાં ઓક્ટોબર ૨૦૨૪ની સરખામણીમાં ૪.૬ ટકાનો વધારો નોંધાયો છે.
ઓક્ટોબર ૨૦૨૪માં કુલ GST મહેસૂલ વસૂલાત ૧.૮૭ લાખ કરોડ રૂપિયા હતી. જે હવે વધીને ૧.૯૫ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ છે. ઓક્ટોબરમાં સેન્ટ્રલ GST વસૂલાત ૩૬ હજાર ૫૪૭ કરોડ અને સ્ટેટ GST વસૂલાત ૪૫ હજાર ૧૩૪ કરોડ હતી. એકીકૃત GST વસૂલાત ૧ લાખ ૬ હજાર ૪૪૩ કરોડ અને સેસ વસૂલાત ૭ હજાર ૮૧૨ કરોડ હતી.
Site Admin | નવેમ્બર 1, 2025 7:45 પી એમ(PM)
આ વર્ષે ઓક્ટોબરમાં કુલ GST વસૂલાતમાં ઓક્ટોબર ૨૦૨૪ની સરખામણીમાં ૪.૬ ટકાનો વધારો નોંધાયો