આ વર્ષે અર્થશાસ્ત્રનો નૉબેલ પુરસ્કાર જૉએલ મૉકિર, ફિલિપ અઘિયન અને પિટર હૉવિટને અપાશે. નવિનતા અને આર્થિક વિકાસ પર તેમના નોંધપાત્ર કામ બદલ તેમને નૉબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
નૉબેલ સમિતિના જણાવ્યા મુજબ, ત્રણ અર્થશાસ્ત્રીને નવિનતા આધારિત આર્થિક વિકાસની વ્યાખ્યા કરવા બદલ આ પુરસ્કાર માટે પસંદ કરાયા છે. જૉએલ મૉકિરે ટૅક્નોલૉજીકલ વિકાસના માધ્યમથી સતત વિકાસ માટે જરૂરી બાબતોની ઓળખ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે ફિલિપ અઘિયન અને પિટર હૉવિટે સર્જનાત્મક વિનાશ દ્વારા ટકાઉ વિકાસના સિદ્ધાંત પર કામ કર્યું છે.
નૉર્થ વૅસ્ટર્ન વિશ્વ-વિદ્યાલયના ડચ ઇઝરાયેલી—અમેરિકી આર્થિક ઇતિહાસકાર જૉએલ મૉકિરે ઐતિહાસિક પૂરાવાઓનો ઉપયોગ એ સમજવા કર્યો કે, કઈ રીતે સમાજ સ્થિરતામાંથી આત્મનિર્ભર આર્થિક વિકાસ તરફ આગળ વધે. મહાવિદ્યાલય ડી ફ્રાન્સના ફિલિપ અઘિયન અને બ્રાઉન વિશ્વ વિદ્યાલયના પીટર હૉવિટના વર્ષ 1992ના સંશોધનપત્રમાં એક મૉડેલ રજૂ કરાયું હતું. તેમાં બતાવવામાં આવ્યું કે, કઈ રીતે આર્થિક વિકાસ એક ચક્રના માધ્યમથી થાય છે, જેમાં નવી નવિનતા, જૂની ટૅક્નિક અને ઉત્પાદનોનું સ્થાન લઈ લે છે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 7:40 પી એમ(PM)
આ વર્ષે અર્થશાસ્ત્રનો નૉબેલ પુરસ્કાર જૉએલ મૉકિર, ફિલિપ અઘિયન અને પિટર હૉવિટને અપાશે
