પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષના કેન્દ્રીય બજેટનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને વધુ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ બનાવવાનો છે. આજે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાનો ભારતનો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે, કૃષિને વિકાસનું પ્રથમ એન્જિન માનીને, સરકારે ખેડૂતોને ગૌરવનું સ્થાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે કેન્દ્રીય બજેટમાં ‘પીએમ ધન ધન્ય કૃષિ યોજના’ની જાહેરાત કરી છે જે હેઠળ દેશમાં સૌથી ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
Site Admin | માર્ચ 1, 2025 2:05 પી એમ(PM)
આ વર્ષના કેન્દ્રીય બજેટનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને વધુ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ બનાવવાનો છે :પ્રધાનમંત્રી