કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, આ મહિનાની બીજી તારીખ સુધીમાં, દેશભરમાં 6 કરોડ 34 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 16 લાખ હેક્ટરનો વધારો દર્શાવે છે.કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ પ્રગતિ અહેવાલ મુજબ, ઘઉંનું વાવેતર 3 કરોડ 12 લાખ હેક્ટરમાં જ્યારે ચોખાનું વાવેતર 42 લાખ હેક્ટરમાં થયું છે. કઠોળનું વાવેતર પણ વધીને 1 કરોડ 40 લાખ હેક્ટરમાં પહોંચ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1 કરોડ 30 લાખ હેક્ટર હતું.55 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કાચા અનાજ અને બરછટ અનાજનું અને 86 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેલીબિયાંનું વાવેતર કરવામાં આવ્યું છે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 9:25 એ એમ (AM)
આ મહિનાની બીજી તારીખ સુધીમાં, દેશભરમાં 6 કરોડ 34 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું – કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય