ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 15, 2025 7:16 પી એમ(PM)

printer

આ નાણાકીય વર્ષના પહેલા ત્રિ-માસિક ગાળામાં દેશની કુલ નિકાસ છ ટકા વધીને 210 ડૉલર બિલિયનથી ઉપર પહોંચી.

પ્રવર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિ-માસિક ગાળામાં દેશની કુલ નિકાસ ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ છ ટકા વધીને 210 ડૉલર બિલિયનથી ઉપર પહોંચી છે. નવી દિલ્હીમાં આજે માધ્યમોને માહિતી આપતા વાણિજ્ય અને ઉદ્યોગ સચિવ સુનિલ બર્થવાલે કહ્યું, જૂન મહિનામાં દેશની આયાત ત્રણ પૂર્ણાંક 71 ટકાથી ઘટીને 53 અબજ 92 કરોડ ડૉલર રહી. જ્યારે ગત વર્ષે જૂન મહિનામાં તે 56 અબજ ડૉલરની આસપાસ હતી. તેમણે કહ્યું, આ વર્ષે જૂન મહિનામાં વસ્તુઓ અને સેવાઓની કુલ નિકાસ વધીને 67 અબજ 98 કરોડ ડૉલરે પહોચી. જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં તે 63અબજ 83 કરોડ ડૉલર રહી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ