આ દિવાળીના તહેવારમાં 108 આકસ્મિક આરોગ્ય સેવા – EMS દ્વારા સમગ્ર રાજ્યમાં પાંચ હજાર 406 આકસ્મિક કૅસને સંભાળવામાં આવ્યા. સામાન્ય દિવસોની સરખામણીએ આ કેસમાં 12 પૂર્ણાંક શૂન્ય છ ટકાનો વધારો થયો છે.
સત્તાવાર યાદી મુજબ, દિવાળી દરમિયાન દાઝવાના સૌથી વધુ 17 કેસ અમદાવાદમાં નોંધાયા. જ્યારે સુરતમાં આઠ, જામનગરમાં પાંચ અને નવસારીમાં ચાર લોકો દાઝ્યાના અહેવાલ છે.
તો, માર્ગ અકસ્માતના કેસમાં 73.18 ટકાનો વધારો નોંધાયો. જ્યારે વાહન સિવાયના અકસ્માતમાં ઈજા થયાના બનાવમાં 75.73 ટકાનો વધારો થયો. સૌથી વધુ 85.68 ટકા આકસ્મિક કેસ રાજકોટ અને 83.78 ટકા કેસ સુરતમાં થયાના અહેવાલ છે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 2:11 પી એમ(PM)
આ દિવાળીના તહેવારમાં 108 આકસ્મિક આરોગ્ય સેવા – EMS દ્વારા સમગ્ર રાજ્યમાં પાંચ હજાર 406 આકસ્મિક કૅસને સંભાળવામાં આવ્યા.