આહવા તાલુકાના ગલકુંડ ગામે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વિકાસ રથનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિજય પટેલે જણાવ્યું હતું કે, તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યુ હતું કે ગુજરાતના આદિવાસી પ્રજાના વિકાસ અર્થે કેન્દ્ર સરકારે કુલ ૧૦ મુદ્દાઓ આવરી લીધાં છે જેમાં દરેક વિભાગોમાંથી ગ્રાન્ટની ફાળવણી કરી આદિવાસીઓનો સંર્વાગી વિકાસ થાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે આજે આદિવાસી સમાજની દિશા બદલાઇ છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેદ્ર મોદીએ ડાંગ જિલ્લા માંથી જ્યોતિ ગ્રામ યોજનાનો શુભારંભ કર્યો હતો. જેના કારણે આજે જિલ્લામાં ૨૪ કલાક સતત વિજળી મળે છે. તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 11, 2025 3:18 પી એમ(PM)
આહવા તાલુકાના ગલકુંડ ગામે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વિકાસ રથનો કાર્યક્રમ યોજાયો