ફેબ્રુવારી 6, 2025 7:53 પી એમ(PM) | ડાંગ

printer

આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા પંચાતના પ્રમુખ નિર્મળા ગાઈનની ઉપસ્થિતિમાં આશા સંમેલન ૨૦૨૪-૨૫ યોજાયું

આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા પંચાતના પ્રમુખ નિર્મળા ગાઈનની ઉપસ્થિતિમાં આશા સંમેલન ૨૦૨૪-૨૫ યોજાયું હતું. સાથે જ ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ માટે યોજનાકીય જાણકારી અંગેનો વર્કશોપ પણ યાજવામાં આવ્યો હતો. જેમાં માતા અને બાળ મરણ રોકવા તેમજ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે નાની ઉમરે લગ્ન કરતાં અટકાવવા તથા ગ્રામજનોને જાગૃત કરવા માટે આ સમેલનનો ઉદેશ્ય હતો.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માહીતી આપી તમામ આરોગ્યની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા જન પ્રતિનિધિઓને અપીલ કરી હતી.