આસ્થા અને ઉત્સાહ સાથે રાજ્યભરમાં આદ્યશક્તિની આરાધનાનાં પાવન પર્વ નવરાત્રિનો ગઇકાલથી પ્રારંભ થતાં જ શેરીઓ અને પાર્ટીપ્લોટમાં ખેલૈયાઓ રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં કેસરિયા ગરબાનો રંગારંગ શુભારંભ થયો છે. પ્રથમ નોરતે ધારાસભ્ય સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓએ માઁ અંબાની આરાધના કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં પ્રાચીન ગરબાની ઢબ હજૂ પણ જોવા મળી રહી છે. પ્રથમ નોરતે મહિલાઓ, બાળકો અને યુવાનો પરંપરાગત ગરબે રમ્યા હતા. ખેડા જિલ્લાના મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા અને ગરબાની રમઝટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દરમિયાન ભાવનગરના
તળાજાના નવી કામળોલ ગામમાં નવરાત્રિમાં નાટકોની પરંપરા જળવાઈ રહી છે. પ્રથમ દિવસે અમરસિંહ રાઠોડ નાટક ભજવવામાં આવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 3:19 પી એમ(PM)
આસ્થા અને ઉત્સાહ સાથે રાજ્યભરમાં આદ્યશક્તિની આરાધનાનાં પાવન પર્વ નવરાત્રિનો ગઇકાલથી પ્રારંભ..