આસો નવરાત્રીને લઈને ગોધરા એસટી વિભાગ દ્વારા પાવાગઢના દર્શનાર્થીઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. તે મુજબ 21 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી વધારાની 50 બસો ફાળવવામાં આવી છે. જેના સુચારું આયોજન માટે 250 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. સ્થળ ઉપર મંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તથા બસમાં બેસવા માટે લાઈન દોરી સહીતની વ્યવસ્થા બાબતે મુસાફરોને કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય તે માટે વિભાગના વિવિધ અધિકારીઓ દ્વારા મોનીટરીંગ કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 2:58 પી એમ(PM)
આસો નવરાત્રીને લઈને ગોધરા એસટી વિભાગ દ્વારા પાવાગઢના દર્શનાર્થીઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવાયો