નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)

printer

આસામ મંત્રીમંડળે આસામ બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ, 2025 ને મંજૂરી આપી

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે કે રાજ્ય મંત્રીમંડળે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતા બિલને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ્ય છઠ્ઠઆ અનુસૂચિત વિસ્તારો સિવાય, સમગ્ર રાજ્યમાં બહુપત્નીત્વની પ્રથાને ગેરકાયદેસર અને નાબૂદ કરવાનો છે.
આ બિલ એવી વ્યક્તિને લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકે છે જેની પાસે પહેલાથી જ જીવિત જીવનસાથી હોય, જે કાયદેસર રીતે અલગ ન થયા હોય, અથવા જેના અગાઉના અગાઉના લગ્ન છૂટાછેડાના હુકમનામાં દ્વારા વિસર્જન ન થયું હોય.
કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સરમાએ કહ્યું કે આ બિલને આ મહિનાની 25મી તારીખે વિધાનસભામાં પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર બહુપત્નીત્વનો ભોગ બનેલી મહિલાઓને વળતર આપવા માટે એક નવું ભંડોળ પણ બનાવશે જેથી તેમને પોતાનું જીવન ચાલુ રાખવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. શ્રી સરમાએ કહ્યું કે જો કોઈ આરોપી બહુપત્નીત્વ માટે દોષિત ઠરે છે, તો તેને સાત વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે.