ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 29, 2024 2:40 પી એમ(PM) | પોલીસ

printer

આસામ પોલીસે કચર જિલ્લામાંથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થને જપ્ત કર્યો

આસામ પોલીસે કચર જિલ્લામાંથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થને જપ્ત કર્યો છે અને ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ અંગેની બાતમી મળતાં પોલીસે શનિવારે રાત્રે કટખાલ વિસ્તારમાં ખાસ તપાસ અભિયાન હાથ ધર્યુ હતું અને અબ્દુલ અલીમ નામની વ્યક્તિની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આસામને ડ્રગ-મુક્ત બનાવવાના પ્રયાસો માટે પોલીસની પ્રશંસા કરી હતી. પોલીસને શંકા છે કે આ ડ્રગ્સની દાણચોરી મ્યાનમારથી કરવામાં આવી હતી અને આસામ થઈને દેશના અન્ય ભાગોમાં મોકલવામાં આવે છે.