ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 10, 2024 8:22 પી એમ(PM) | આસામ ચળવળ

printer

આસામ ચળવળમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્મરણાંજલિ પાઠવી

મુંબઈના કુર્લા બેસ્ટ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 થઈ ગયો છે જ્યારે 49 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની મુંબઈની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી ફડણવીસે મૃતકોના પરિવારજનો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પ્રત્યેકને 5 લાખ રૂપિયાની સહાય રકમની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે કુર્લા પશ્ચિમમાં એસ.જી. બર્વે માર્ગ પર આવેલી એક શાળા સામે ગઈકાલે રાત્રે કાબૂ ગુમાવનારી “બેસ્ટ”ની બસે અનેક વાહનોને ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.