આજે વહેલી સવારે આસામના હોજાઈ જિલ્લામાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની ટક્કરથી એક ટોળાના સાત હાથીના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ટ્રેનના એન્જિન સહિત પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ મુસાફરોને ઇજા થઈ નથી.નાગાંવ વિભાગીય વન અધિકારી સુહાસ કદમે જણાવ્યું હતું કે ચાંગજુરાઈ ગામમાં બનેલી આ દુર્ઘટના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે થઈ હોવાની શંકા છે.
નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના મુખ્ય પ્રવક્તા કપિંજલ કિશોર શર્માએ જણાવ્યું કે ગુવાહાટીથી લગભગ 126 કિમી દૂર લુમડિંગ વિભાગ હેઠળના જમુનામુખ-કામપુર સેક્શનમાં આ અકસ્માત થયો હતો.
Site Admin | ડિસેમ્બર 20, 2025 2:15 પી એમ(PM)
આસામમાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની ટક્કરથી સાત હાથીના મોત