આસામમાં, વિધાનસભાનું સત્ર પહેલી વાર ગુવાહાટીની બહાર યોજાશે, જેમાં કોકરાઝારમાં આવતીકાલે બજેટ સત્રની શરૂઆતની બેઠક યોજાશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે આ બેઠક રાજ્યમાં શાંતિના પુનરાગમન અને તમામ લોકોના એકીકરણનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, બજેટ સત્રના પહેલા દિવસે અપાતું રાજ્યપાલનું ભાષણ બેઠકનું મુખ્ય આકર્ષણ રહેશે. બજેટ સત્રની બાકીની બેઠકો ગુવાહાટીના કાયમી વિધાનસભા ભવનમાં યોજાશે. આ સત્ર 25 માર્ચ સુધી ચાલુ રહેશે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:57 પી એમ(PM)
આસામમાં, વિધાનસભાનું સત્ર પહેલી વાર ગુવાહાટીની બહાર યોજાશે, જેમાં કોકરાઝારમાં આવતીકાલે બજેટ સત્રની શરૂઆતની બેઠક યોજાશે
