ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના પહેલા દિવસે ભારત સામે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય ટીમ વિકેટકીપર-બેટર ઋષભ પંતના નેતૃત્વ હેઠળ રમી રહી છે. જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી બે મેચોની શ્રેણીની પહેલી મેચમાં ગરદનની ઈજાને કારણે નિયમિત કેપ્ટન શુભમન ગિલ બહાર થઈ ગયા હતા. છેલ્લા અહેવાલ પ્રમાણે દક્ષિણ આફ્રિકાના 2 વિકેટે 153 રન થયા છે.
Site Admin | નવેમ્બર 22, 2025 2:12 પી એમ(PM)
આસામમાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના 2 વિકેટે 153 રન.