ડિસેમ્બર 20, 2025 8:27 એ એમ (AM)

printer

આસામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 હજાર 600 કરોડના વિકાસ પરિયોજનાઓનું ખાતમુર્હૂત અને ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બે દિવસની મુલાકાતે આસામ જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજ્યમાં આશરે 15 હજાર 600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રથમ દિવસે, પ્રધાનમંત્રી ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે અત્યાધુનિક બામ્બૂ ગ્રોવ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આશરે એક લાખ 40 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું આ નવું ટર્મિનલ વાર્ષિક એક કરોડ 30 લાખ 13 મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરવામાં આવ્યું છે. “બામ્બૂ ગ્રોવ” થીમથી પ્રેરિત આ ટર્મિનલ આસામની જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે.