આસામનું કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક સૌથી વધુ સંખ્યામાં પતંગિયાઓ સાથે દેશનું બીજું મોટું ઉદ્યાન બની ગયું છે. અહીં પતંગિયાઓની 446થી વધુ પ્રજાતિઓ છે. અરુણાચલ પ્રદેશનું નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી વધુ સંખ્યામાં પતંગિયા સાથે પ્રથમ ક્રમે છે. કાઝીરંગાનો આ વિક્રમ કાઝીરંગાનાં વતની અને યુવા વૈજ્ઞાનિક મોનસૂન જ્યોતિ ગોગોઈની વર્ષોની મહેનત અને સંભાળને કારણે બન્યો છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયાના સંદેશમાં શ્રી ગોગોઈને તેમના નોંધપાત્ર યોગદાન બદલ શુભેચ્છા પાઠવી હતી.
Site Admin | ઓક્ટોબર 17, 2024 2:35 પી એમ(PM) | કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક
આસામનું કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક સૌથી વધુ સંખ્યામાં પતંગિયાઓ સાથે દેશનું બીજું મોટું ઉદ્યાન બન્યું
