આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આજે તામૂલપુર જિલ્લામાં દરંગા ઇમિગ્રેશન ચેક પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ભૂટાનના પ્રધાનમંત્રી લિયોનચેન દાશો શેરિંગ તોબગેની હાજરીમાં આ કાર્યક્રમમાં બોલતા , રાજ્યપાલે ઉદઘાટનને ઐતિહાસિક ગણાવીને તેને ભારત અને ભૂતાન વચ્ચે પરસ્પરમિત્રતા અને સહયોગ માટેના આ સમયને ઉત્તમ ગણાવ્યો હતો.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી બંદી સંજય કુમાર, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગેરિતા અને આસામના એક્ટ ઈસ્ટ પોલિસી બાબતોના મંત્રી ચંદ્ર મોહન પટોવારીએ પણ હાજરી આપી હતી અને પ્રસંગોચિત સંબોધન કર્યુ હતું.
Site Admin | નવેમ્બર 7, 2024 7:28 પી એમ(PM)
આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આજે તામૂલપુર જિલ્લામાં દરંગા ઇમિગ્રેશન ચેક પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું
