ફેબ્રુવારી 19, 2025 7:42 પી એમ(PM)

printer

આશ્રમ શાળાઓમાં RTE નિયમોના અમલ માટે 851 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે તેમ  સરકારે આજે હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું

આશ્રમ શાળાઓમાં RTE નિયમોના અમલ માટે 851 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે તેમ  સરકારે આજે હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે આ જ્ઞાનસહાયકોને
નોકરીમાંથી કાઢવામાં આવશે નહીં. ગુજરાત હાઇકોર્ટમાં આશ્રમ શાળાઓને લગતી અરજી ઉપર મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. જેમાં અગાઉ સરકારી વકીલે અદાલતને જણાવ્યું કે આ અંગે રાજ્ય સરકારે રચાયેલી કમિટીએ આશ્રમ શાળાઓનાં પુનઃરચના અંગે સરકારને અભિપ્રાય આપ્યો હતો. આશ્રમ શાળાઓમાં પણ કોર્ટના
નિર્દેશ મુજબ રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓ મુજબ જ શિક્ષણ અને સુવિધાઓ આપવામાં આવશે. આ માટે સરકારે ગ્રાન્ટ પણ જાહેર કરી છે. છેલ્લી સુનાવણીમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે RTE એક્ટ મુજબના નિયમોના પાલન માટે કુલ 851 જેટલા જ્ઞાન સહાયકોની ભરતી અંગે સંલગ્ન વિભાગને માંગણી મોકલી આપવામાં આવી છે. બીજી તરફ મહિસાગર જીલ્લામાં ખેલ સહાયક શિક્ષકો ને છૂટા કરાતાં ખેલ સહાયકોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ નિર્ણય અંગે ખેલસહાયકોએ મહિસાગર જીલ્લા વિકાસ
અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.