ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘આવનારા ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે.’ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 14મા અખિલ ભારતીય ગૃહરક્ષક અને નાગરિક સલામતી સંમેલનને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, ‘વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સેવાને નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષકના માધ્યમથી ચરિતાર્થ કરીશું.’
અન્ય એક કાર્યક્રમમાં શ્રી શાહે ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલય પરિસર ખાતે યોજાયેલા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ એનાયત કરી હતી. તેમજ ગાંધીનગર મહાનગરના કાર્યાલય શ્રી કમલમ્ નો શિલાન્યાસ કર્યો હતો.
અગાઉ વિધાનસભામાં યોજાયેલા લેજીસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમના સમાપન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યાયિક દખલગીરીના અવકાશને ઘટાડવા માટે કાયદાના મુસદ્દામાં કાયદાકીય સ્પષ્ટતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
NDDBની હીરક જયંતી અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની 121મી જન્મજયંતિ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, શ્વેતક્રાંતિ 2.0 હેઠળ દેશમાં વધુ એક લાખ નવી ડેરીની રચના કરાશે. આ પ્રસંગે શ્રી શાહે ખેડૂતલક્ષી જન યોજનાઓના લાભોના ચેકનું પણ વિતરણ કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 23, 2024 9:27 એ એમ (AM)
આવનારા ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે. – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
