એપ્રિલ 5, 2025 3:24 પી એમ(PM)

printer

આવતી કાલે માધવપુર ખાતે ઘેડ મેળાનાં પ્રારંભ પૂર્વે પૂર્વ ભારતના કલાકારો સોમનાથની મુલાકાતે આવ્યા

આવતી કાલે માધવપુર ખાતે ઘેડ મેળાનાં પ્રારંભ પૂર્વે પૂર્વ ભારતના કલાકારો સોમનાથની મુલાકાતે આવ્યા છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે ૪૦૦ કલાકારો સાથે ધ્વજાપૂજા કરી હતી.
ઉલ્લેખનીય છે કે આજે સાંજે સાત વાગે સોમનાથ મંદિર પાસે આવેલી ચોપાટી ખાતે આ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.