નવેમ્બર 5, 2025 1:38 પી એમ(PM)

printer

આવતીકાલે બિહારમાં યોજાનારી પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ.

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ તબક્કામાં આવતીકાલે 18 જિલ્લાઓમાં ફેલાયેલી 121 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં એક હજાર 314 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. આ તબક્કામાં ત્રણ કરોડ ૭૫ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
પ્રથમ તબક્કામાં જે જિલ્લાઓમાં મતદાન થશે તેમાં પટના, દરભંગા, મધેપુરા, સહરસા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, લખીસરાય, મુંગેર, શેખપુરા, નાલંદા, બક્સર અને ભોજપુરનો સમાવેશ થાય છે. આ તબક્કા માટે પ્રચાર ગઈકાલે સમાપ્ત થયો.
મતદાનનો બીજો અને અંતિમ તબક્કો ૧૧ નવેમ્બરે યોજાશે. મતગણતરી આ મહિનાની ૧૪મી તારીખે હાથ ધરવામાં આવશે.