ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 19, 2025 9:09 એ એમ (AM)

printer

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવનગરની મુલાકાતે

ગુજરાતના ભાવનગરમાં આવતીકાલે ૨૦મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે શહેરને શણગારવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના સ્થાનિક નેતાઓએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે આવશે અને મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધી દોઢ કિલોમીટર લાંબો રોડ’ શો યોજશે, તેમ નીમુબેન બાંભણિયાએ કહ્યું હતું.