ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 25, 2025 9:29 એ એમ (AM)

printer

આવતીકાલે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે લગભગ દસ હજાર ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે

રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જનતાની ભાગીદારી વધારવાના સરકારના પ્રયાસોના ભાગ રૂપે આવતીકાલે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે લગભગ દસ હજાર ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.આમંત્રિત મહેમાનોમાં ડિઝાસ્ટર મિત્ર સ્વયંસેવકો, આશા કાર્યકરો, ખેડૂત ઉત્પાદક સંગઠનોના ખેડૂતો, પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ, માય ભારત
સ્વયંસેવકો અને અન્ય લોકોને પણ આમંત્રણ અપાયું છે.

આકાશવાણી સાથે વાત કરતા, આશા કાર્યકર મીના બેનેએ જણાવ્યું કે આશા કાર્યકરને ઘણીવાર તેમના વિસ્તારમાં ઓછું મહત્વ આપવામાં આવે છે, પરંતુ તેમનું માનવું છે કે આવા કાર્યક્રમોમાં આમંત્રિત થવાથી તેમને વધુ ઓળખ મળશે અને જાગૃતિ આવશે