ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ થશે. પદનામિત મંત્રીઓની શપથ વિધિ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્ય મંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. શપથવિધિ બાદ સાંજે નવા મંત્રીમંડળની બેઠક યોજાવાની પણ શક્યતા છે.
Site Admin | ઓક્ટોબર 16, 2025 2:13 પી એમ(PM)
આવતીકાલે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે
