હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, કાલથી પવનનું જોર વધશે.
રાજ્યમાં આજથી 29 મે સુધી છૂટો છવાયો વરસાદ રહી શકે છે. 60 kmph ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આજથી 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે. હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સહિત, દક્ષિણ ગુજરાતના તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દરમિયાન આજે આણંદ જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
Site Admin | મે 26, 2025 7:55 પી એમ(PM)
આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ
