ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2025 9:20 એ એમ (AM)

printer

આવતીકાલના શિખર સમ્મેલન બાદ યુક્રેન સાથેનું યુદ્ધ રોકવા રશિયા સંમત નહીં થાય તો તેના ખૂબ જ ગંભીર પરિણામો આવશે તેવી ટ્રમ્પની ચીમકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન આવતીકાલના શિખર સમ્મેલન બાદ યુક્રેન સાથેનું યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય તો તેના ખૂબ જ ગંભીર પરિણામો આવશે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે, ગઈકાલે યુરોપિયન નેતાઓ સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં ટ્રમ્પ સ્પષ્ટ હતા કે અમેરિકા અલાસ્કામાં આગામી યુએસ-રશિયા સમિટમાં યુદ્ધવિરામ પ્રાપ્ત કરવા માંગે છે.આ જ મીટિંગમાં, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકીએ કહ્યું કે પુતિન ટ્રમ્પ સાથેની બેઠક અગાઉ નિવેદનબાજી કરી રહ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે, પુતિન યુક્રેનિયન મોરચાના તમામ ક્ષેત્રો પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તે બતાવી શકાય કે રશિયા આખા યુક્રેન પર કબજો કરી શકે છે. ટ્રમ્પ, ઝેલેન્સકી અને અન્ય યુરોપિયન નેતાઓ વચ્ચેની વિડિઓ કોન્ફરન્સ પછી બોલતા, મેક્રોને કહ્યું કે ટ્રમ્પ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામને પ્રાથમિકતા આપી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ