હવામાન વિભાગે જણાવ્યું કે આ મહિનાની 12મીથી 16મી તારીખ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારત, કોંકણ અને ગોવામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ સાથે ચોમાસું સક્રિય તબક્કામાં રહેશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં હીટવેવથી લઈને તીવ્ર હીટવેવની સ્થિતિની પણ આગાહી કરી છે. મરાઠાવાડા, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન વીજળી અને ભારે પવન સાથે ગાજવીજ થવાની સંભાવના છે.
Site Admin | જૂન 11, 2025 7:20 પી એમ(PM)
આવતીકાલથી 16મી જૂન દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ચોમાસું સક્રિય થવાની આગાહી
