આવતીકાલથી ૧૪ ઓક્ટોબર સુધી ઘરે ઘરે જઈ બાળકોને પોલીયોના બે ટીંપા પીવડાવાશે.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ૧,૩૪,૫૩૩ બાળકોને પોલીયો વેક્સીનના ટીપાં પીવડાવાશે. સમગ્ર જિલ્લામાં ૫૩૮ બુથ, ૧૦૭૬ ટીમ, ૨૧૩૪ ટીમ સભ્યો, અને ૧૦૮ સુપરવાઈઝરો ફરજ પર હાજર રહેશે. જેમાં પ્રથમ દિવસે બુથ ઉપર પોલીયોની રસીના બે ટીપાં પીવડાવાશે અને ત્યારબાદ બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને આરોગ્ય કર્મચારીની ટીમના સભ્યો દ્વારા ઘરે-ઘરે ફરીને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે.
એવી જ રીતે મહેસાણા જિલ્લામાં પણ ત્રણ દિવસ સુધી પોલિયો રસીકરણ અભિયાન ચાલશે, પોલિયો બુથની સંખ્યા 1 હજાર 287 છે. મોબાઇલ ટીમના સભ્યો પણ 245 હશે. ઘરે જઈને આરોગ્યની ટીમ દ્વારા પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 11, 2025 3:15 પી એમ(PM)
આવતીકાલથી ૧૪ ઓક્ટોબર સુધી ઘરે ઘરે જઈ બાળકોને પોલીયોના બે ટીંપા પીવડાવાશે.
