આગામી ત્રીજી થી સાતમી મે દરમિયાન રાજ્યમાં પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદને કારણે મહતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે તેમ પણ હવામાન વિભાગના વડા રામાશ્રય યાદવ જણાવ્યું હતું.રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વીજળી સાથે ઓછાથી માધ્યમ વરસાદ અને 30 થી 40 કિલોમીટર પવનની ઝડપ રહેવાની શક્યતાઓ છે. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહતમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શકયતાઓ છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કંડલા એરપોર્ટ અને રાજકોટ ખાતે મહતમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 44 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદ તેમજ ગાંધીનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ મહતમ તાપમાન નોંધાયું હતું. વર્તમાનમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.
Site Admin | મે 2, 2025 8:00 એ એમ (AM)
આવતીકાલથી સાતમી મે દરમિયાન રાજ્યમાં પવન સાથે વરસાદ વરસવાની આગાહી.
