નવેમ્બર 30, 2025 4:04 પી એમ(PM)

printer

આવતીકાલથી શરૂ થતાં સંસદના શિયાળુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક.

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.સંસદ ભવનના એનેક્સી ખાતે હાલ બેઠક ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.
રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને ડૉ. એલ મુરુગન બેઠકમાં હાજર છે. કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ, ડીએમકે નેતા તિરુચી શિવ, ટીએમસી નેતા ડેરેક ઓ’બ્રાયન, શિવસેના નેતા નરેશ મ્હસ્કે અને અન્ય લોકો આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.