નવેમ્બર 30, 2025 7:47 પી એમ(PM)

printer

આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા, સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું

આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા, સરકારે આજે સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં 36 રાજકીય પક્ષોના 50 નેતાઓએ ભાગ લીધો હતો.
બેઠક બાદ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે બેઠક રચનાત્મક વાતાવરણમાં યોજાઈ હતી. સરકારે શિયાળુ સત્ર દરમિયાન બંને ગૃહોના સુચારુ સંચાલનમાં સહયોગ માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓને અપીલ કરી છે. શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે આ સત્ર દરમિયાન કાયદાકીય અને અન્ય કામકાજના 14 વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે.