આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોના સુચારુ સંચાલન માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહયોગની અપેક્ષા રાખશે.દરમિયાન ગઈકાલે વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી. બેઠકમાં સત્ર દરમિયાન વિપક્ષની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, શિવસેના-યુબીટી, ડીએમકે, સીપીઆઈ-એમ, એનસીપી-શરદ પવાર જૂથ અને અન્ય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ અને ડીએમકે પાર્ટીના ત્રિચી શિવ પણ ઉપસ્થિત રહ્યા હતા.પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન પક્ષો વચ્ચે ચોમાસુ સત્રમાં પહેલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ ઉઠાવવા માટે સર્વસંમતિ સધાઈ હતી.
Site Admin | જુલાઇ 20, 2025 10:01 એ એમ (AM)
આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી – વિપક્ષી ઈન્ડી ગઠબંધને ગઇકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી
