ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 23, 2025 7:12 પી એમ(PM)

printer

આવતીકાલથી લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી શરૂ થશે

આવતીકાલથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે.
ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે.આવતીકાલથી આગામી 31 જાન્યુઆરી, 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે.
આ ખરીદી અન્વયે બાજરી હેક્ટરદીઠ એક હજાર 848 કિલોગ્રામ, જુવાર પ્રતિ હેક્ટર એક હજાર 539 કિલોગ્રામ, મકાઈ હેક્ટર દીઠ એક હાજર 864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ પ્રમાણે ખરીદી થશે.
કેન્દ્ર સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ ખરીદીના જે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરાયા છે તેમાં ડાંગર માટે ક્વિન્ટલ દીઠ બે હજાર 369 અને બે હજાર 389, બાજરીના ત્રણ હજાર 75, જુવાર (હાઇબ્રીડ)ના ત્રણ હજાર 999, જુવાર (માલદંડી)ના ચાર હજાર 49, મકાઈના બે હજાર 400 અને રાગી માટે પાંચ હજાર 186 ભાવ રહશે.