આવકવેરા વિભાગે ગઇકાલે રાજ્યના 6 શહેરોમાં દાન લેતા રાજકીય પક્ષોના કાર્યાલયો ખાતે દરોડા પાડ્યા હતા.અમદાવાદ,ગાંધીનગર,સુરત,રાજકોટ,વડોદરા અને જુનાગઢમાં જનશક્તિ પાર્ટી,એનસીપી અને નેશનલ જનતા દળ સહિતના પક્ષોના કાર્યાલયોમાં નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરાઇ હતી.આ રાજકીય પક્ષો પર કરચોરીની શંકાને લઈને આ દરોડા પડાયા હોવાનું માનવામાં આવે છે.
Site Admin | નવેમ્બર 13, 2025 9:51 એ એમ (AM)
આવકવેરા વિભાગના અમદાવાદ, ગાંધીનગર સહિત છ શહેરોમાં દાન લેતા રાજકીય પક્ષોના કાર્યાલયો પર દરોડા