જાન્યુઆરી 13, 2026 7:59 પી એમ(PM)

printer

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963માં થયેલો કરાર અમાન્ય.

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ પર ભારતના પ્રાદેશિક વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે વર્શ 1963માં થયેલો કરાર અમાન્ય છે. જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી પર મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા આ નિવેદન આપ્યું હતું.
આર્મી ચીફ આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ભારત પણ ખીણમાં કોઈપણ પ્રવૃત્તિને માફ કરતું નથી. ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પરિસ્થિતિ સ્થિર છે, પરંતુ સતત દેખરેખની જરૂર છે.
ઓપરેશન સિંદૂર અંગે, જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે તે ત્રણેય સેવાઓ વચ્ચે સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં કાર્યવાહી અને પ્રતિભાવની સંપૂર્ણ સ્વતંત્રતા છે. તેમણે કહ્યું હતું કે ઓપરેશન ચાલુ છે અને દુશ્મન દ્વારા કરવામાં આવતી કોઈપણ નાપાક કાર્યવાહીનો અસરકારક રીતે સામનો કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.