આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સ ખાતે યોજાયેલા ISSF શૂટિંગ વિશ્વ કપ 2025ના પ્રથમ તબક્કામાં ભારત બીજા સ્થાને રહ્યું. ભારતે કુલ 8 ચંદ્રકો જીત્યા જેમાં 4 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. સ્પર્ધાના અંતિમ દિવસે, સૌરભ ચૌધરી અને સુરુચી સિંહની જોડીએ ભારતના જ મનુ ભાકર અને રવિન્દર સિંહને 16-8 થી પરાજય આપી કાંસ્યચંદ્રક જીત્યો.
ભારત માટે અન્ય વિજેતાઓમાં સિફ્ટ કૌર સમરા, રુદ્રાક્ષ પાટીલ, સુરુચિ સિંઘ, વિજયવીર સિદ્ધુ, એશા સિંઘ, ચૈન સિંઘ અને આર્ય બોરસે અને રુદ્રાક્ષ પાટીલની જોડીનો સમાવેશ થાય છે. વિશ્વ કપ 2025નો બીજો તબક્કો આવતીકાલે પેરુના લીમામાં શરૂ થશે.
Site Admin | એપ્રિલ 12, 2025 8:31 એ એમ (AM)
આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સમાં શૂટિંગ વિશ્વકપમાં ભારત બીજા ક્રમે
